પ્રવૃત્તિઓ | અમારા વિષે | ગુજરાત રાજ્ય લલિત કલા એકેડમી : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
પ્રવૃત્તિઓ | અમારા વિષે | ગુજરાત રાજ્ય લલિત કલા એકેડમી : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

પ્રવૃત્તિઓ

નેશનલ ફોટોગ્રાફી સ્‍પર્ધા/પ્રદર્શન

વિવિધ ક્ષેત્રમાં કામ કરતા દેશભરના ફોટોગ્રાફરો પાસેથી નિયત કરેલા હેતુઓ તથા વિષયો અંગે બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ તથા રંગીન ફોટોગ્રાફ મંગાવી સ્‍પર્ધામાં ઇનામ વિજેતા તથા પ્રદર્શન પાત્ર ફોટોગ્રાફસનું પ્રદર્શન યોજવામાં આવે છે. આ યોજના માટે ચાલુ નાણાંકીય વર્ષ rupee૨.૫૦ લાખની જોગવાઇ આયોજન સદરે કરવામાં આવેલ છે.

શિલ્‍પકલા વર્કશોપ

શિલ્‍પકલા ક્ષેત્રમાં કામ કરતા કલાકારોને નવસર્જન કરવાની તક મળે તે માટે ૧૫ જેટલા કલાકારોનો સમાવેશ કરી રાજ્યમાં સુવિધયુક્ત સ્‍થળે વર્કશોપનું આયોજન કરવામાં આવે છે અને તૈયાર થયેલ કૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવે છે. આ યોજના માટે ચાલુ નાણાંકીય વર્ષમાં rupee૩.૫૦ લાખની જોગવાઇ આયોજન સદરે કરવામાં આવેલ છે.

ચિલ્‍ડ્રન પેઇન્‍ટીંગ વર્કશોપ

બાળકો માટે રાજ્યમાં ચિત્રકલા અંગેના પાંચ વર્કશોપ યોજી પ્રત્‍યેક વર્કશોપમાં ૧૦૦ બાળકોને વિષય નિષ્‍ણાત ધ્‍વારા તાલિમ આપવામાં આવે છે. આ વર્કશોપમાં ભાગ લેનાર બાળકોને આર્ટ મટીરીયલ્‍સ અકાદમી ધ્‍વારા આપવામાં આવે છે. આ યોજના માટે ચાલુ નાણાંકીય વર્ષમાં આયોજન સદરે rupee૧.૪૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

યુથ આર્ટીસ્‍ટ શિબિર

રાજયની વિવિધ કલા સંસ્‍થાઓમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ડ્રોઇંગ એન્‍ડ પેઇન્‍ટીંગ, લેન્‍ડસ્‍કેપ, સ્‍કેચિંગ, પોટ્રેટ, છબીકલા જેવા વિષયો અંગે શિબિર યોજવામાં આવે છે. આ શિબિરમાં શિબિરાર્થીઓને નિવાસ, ભોજનની વ્‍યવસ્‍થા અકાદમી ધ્‍વારા પુરી પાડવામાં આવે છે. તેમજ આર્ટ મટીરીયલ્‍સ પણ અકાદમી ધ્‍વારા આપવામાં આવે છે.

સમકાલિન કલાકારો માટે શિબિર

ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી ધ્‍વારા યોજવામાં આવતી રાજ્ય કલા સ્‍પર્ધામાં કલાકાર શ્રેણીમાં ડ્રોઇંગ એન્‍ડ પેઇન્‍ટીંગ વિભાગમાં વીજેતા થયેલ કલાકારોને કોઇ એક સ્‍થળે એકત્રીત કરી આ શિબિર યોજવામાં આવે છે. આ શિબિરમાં તૈયાર થયેલ કૃત્તિઓનું પ્રદર્શન યોજવામાં આવે. ચાલુ નાણાંકીય વર્ષ માટે આ યોજના માટે આયોજન સદરે rupee૫.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

જુનિયર / સિનિયર ફેલોશીપ

ચિત્રકલા, શિલ્‍પકલા, ગ્રાફીકકલા ક્ષેત્રના રાજ્યના ૧૦ યુવાન કલાકારોને rupee૨,૦૦૦/- ની માસિક ફેલોશીપ તથા પ સિનિયર કલાકારોને માસિક rupee૩,૦૦૦/- ની ફેલોશીપ એક વર્ષ માટે આપવામાં આવે છે. આ યોજના માટે ચાલુ નાણાંકીય વર્ષ માટે આયોજન સદરે rupee૪.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

એવોર્ડ ઓફ ફેલોશીપ ટુ મોસ્‍ટ એમિનન્‍ટ આર્ટીસ્‍ટ

લલિત કલા ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી હોય તેવા કલાકારોને કે જેની ૬૦ વર્ષાથી વધુ વય હોય અને કલાના ક્ષેત્રે વ્‍યવસાયમાંથી નિવૃત્ત થયેલ ૧૦ નામી કલાકારોને માસિક રૂ. ૫,૦૦૦/- ની ફેલોશીપ આપવામાં આવે છે. ચાલુ નાણાંકીય વર્ષમાં આયોજન સદરે આ યોજના માટે rupee૬.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

નેશનલ ફોટોગ્રાફી વર્કશોપ

રપ થી ૪૫ વર્ષના ફોટોગ્રાફી ક્ષેત્રમાં રસ ધરાવતા ૫૦ જેટલા ફોટોગ્રાફકોરને ૧૦ દિવસ માટે કોઇ એક સ્‍થળે એકત્રીત કરી વિષય નિષ્‍ણાત ફોટોગ્રાફરો ધ્‍વારા માર્ગદર્શન આપવામાં આવે છે. આ યોજના માટે ચાલુ વર્ષમાં rupee૩.૦૦ લાખની જોગવાઇ આયોજન સદરે કરવામાં આવેલ છે.

ડોક્યુમેન્‍ટેશન ઓફ આર્ટીસ્‍ટ

રાજ્યના રાષ્‍ટ્રિયસ્‍તરે નામના મેળવી ચુકેલા કલાકારોના જીવનકવન વિષયક ડોક્યુમેન્‍ટેશન તૈયાર કરવા આ યોજના અમલી બનાવવામાં આવેલ છે. ચાલુ નાણાંકીય વર્ષ માટે આયોજન સદરે rupee૧.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

માન્‍યકલા સંસ્‍થાઓને આંતરકોલેજ પ્રદર્શન સહાય

ગુજરાત સરકારશ્રી ધ્‍વારા માન્‍યતાપ્રાપ્‍ત કલા સંસ્‍થાઓને આંતર કોલેજ પ્રદર્શન યોજવા rupee૧.૦૦ લાખની સહાય આપવાની યોજના અમલી છે. જે માટે આયોજન સદરે rupee૫.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

વિદેશમાં તથા રાજ્ય બહાર પ્રદર્શન યોજવા સહાય

રાજ્યના ચિત્રકલા, શિલ્‍પકલા તથા છબીકલાના કલાકારોને વિદેશમાં તથા રાજ્ય બહાર કલા પ્રદર્શનના આયોજન માટે સહાય આપવાની યોજના અમલી છે. આયોજન સદરે આ યોજના માટે rupee૬૫.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

રાજ્યમાં પ્રદર્શન સહાય

ગુજરાત રાજ્યના કલાકારોને રાજ્યમાં પ્રદર્શન યોજવા માટે નાણાંકીય સહાય આપવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત પ્રત્‍યેક પ્રદર્શન દીઠ rupee૨૫,૦૦૦/- સુધીની સહાય ચુકવવામાં આવે છે. નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ માટે rupee૭.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

રાજ્યકલા પ્રદર્શન/સ્‍પર્ધા

ગુજરાત રાજ્યના કલાકારો, કલા સંસ્‍થાના વિદ્યાર્થીઓ તથા શાળામાં અભ્‍યાસ કરતા બાળકોને સાંકળીને લલિતકલા વિષયક જેવા કે પેઇન્‍ટીંગ, શિલ્‍પકલા, ગ્રાફીકકલા, એપ્‍લાઇડ આર્ટ તથા છબીકલાના વિષયો માટે કલાકારો તથા કલા સંસ્‍થાના વિદ્યાર્થીઓ પાસેથી બે બે એન્‍ટ્રીઓ મંગાવી તથા શાળામાં અભ્‍યાસ કરતા ધોરણ ૧ થી પ તથા ધોરણ ૬ થી ૧૦ માં અભ્‍યાસ કરતા બાળકો પાસેથી શાળા મારફતે એન્‍ટ્રીઓ મંગાવી સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવે છે. તથા પસંદગી પામેલ કૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવે છે. આ પ્રકારની સ્‍પર્ધા સતત છેલ્‍લા ૫૬ વર્ષથી યોજવામાં આવે છે. આયોજન બહાર સદરે આ યોજના માટે rupee૩.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

ગૌરવ પુરસ્‍કાર

ચિત્રકલા, શિલ્‍પકલા અને છબીકલાના ક્ષેત્રમાં નોંધપાત્ર સિધ્‍ધિ હાંસલ કરનાર કલાકારોને પ્રત્‍યેક ક્ષેત્રમાં ત્રણ ત્રણ કલાકારોને ગૌરવપુરસ્‍કારથી સન્‍માનવામાં આવે છે.

અકાદમી ધ્‍વારા વનમેન શો

રાષ્‍ટ્રિય ક્ષેત્રે નોંધપાત્ર સિધ્‍ધિ હાંસલ કરી ચુકેલા કલાકારોએ તૈયાર કરેલ કૃત્તિઓનું પ્રદર્શન અકાદમી ધ્‍વારા યોજવામાં આવે છે. આયોજન બહાર સદરે rupee૦.૫૦ લાખની જોગવાઇ ચાલુ વર્ષે કરવામાં આવેલ છે.

જિલ્‍લા કક્ષાએ ફરતા પ્રદર્શનો

લોકોમાં કલા પ્રત્‍યે રૂચિ કેળવાય તે માટે પ્રત્‍યેક જિલ્‍લામાં કલા પ્રદર્શન યોજવામાં આવે છે. આયોજન-બહાર

ચિત્ર શિક્ષક સેમિનાર

દરેક જિલ્‍લામાંથી શાળાના બે શિક્ષકોને જિલ્‍લા શિક્ષણાધિકારી મારફતે આ સેમિનાર માટે પસંદ કરવામાં આવે છે. વિષય નિષ્‍ણાતો ધ્‍વારા શિક્ષકોને ચિત્રકલા પર માર્ગદર્શન આપવામાં આવે છે. આયોજન બહાર સદરે આ યોજના માટે rupee૧.૦૦લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

કલાનો વર્કશોપ

યુવાન અને આશાસ્‍પદ કલાકારોને તથા કલા સંસ્‍થામાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગ્રાફીક સદરે આ યોજના માટે rupee૦.૫૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

પ્રકાશન સહાય

લલિતકલા વિષયક પ્રકાશનોમાં વૃધ્‍ધિ થાય તથા લોકોમાં કલાની જાણકારી મળે તે આશયથી છાપકામ ખર્ચના ૫૦ ટકા અને વધુમાં વધુ rupee૨૦,૦૦૦/- ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. આયોજન બહાર સદરે rupee૦.૫૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

Back To Top